West Tarneit Station – Gujarati

વેસ્ટ ટાર્નેઇટ સ્ટેશન

અમે પશ્ચિમના વધતા ઉપનગરોને મેલબોર્નના સીબીડીથી વધુ સારી રીતે જોડવા માટે વેસ્ટ ટાર્નેઇટ સ્ટેશન બનાવી રહ્યા છીએ.

વી/લાઇન નેટવર્કની જીલોંગ લાઇન પરનું આ મહત્વપૂર્ણ નવું જાહેર પરિવહન જોડાણ લીક્સ અને ડેવિસ રસ્તાઓ જ્યાં ભેગા થાય છે તેની નજીક સ્થિત હશે.

આ યોજનાઓ એ ખાતરી કરે છે કે ભવિષ્યના રેલવે માળખાનો વિકાસ અને રેલવે લાઇનની બંને બાજુ અપેક્ષિત વૃદ્ધિ અને આયોજિત શહેરી વિકાસ માટે આ વિસ્તારમાં પૂરતી જગ્યા છે.

નવા સ્ટેશનમાં બસ બદલવાના ચાર વિસ્તારો, ૪૦૦ પ્રવાસીઓ માટે પાર્કિંગ અને સુલભ રાહદારી અંડરપાસનો સમાવેશ થશે.

સ્ટેશન ડિઝાઇનમાં કુદરતીસ્વરૂપમાં બગીચો, બેઠક, ચાલવા અને સાઇકલ માટે જુદા રસ્તા, સાઇકલો મુકવાની જગ્યા અને સુરક્ષિત બાઇક સ્ટોરેજ સાથે આવકારદાયક અને સારી રીતે પ્રકાશિત વિસ્તાર છે.

મુખ્ય બાંધકામ ટૂંક સમયમાં શરૂ થશે, અને નવું સ્ટેશન ૨૦૨૬માં સમુદાય માટે ખુલશે.

પ્રોજેક્ટના મુખ્ય લાભો

નવા વેસ્ટ ટાર્નેઇટ સ્ટેશનની ડિઝાઇન અને રૂપરેખા દ્વારા અનેક પ્રકારના ફાયદા મળશે.

સ્થાનિક રહેવાસીઓ સુલભ, આધુનિકઅનેઆવકારદાયકસ્ટેશન વિસ્તારનો અનુભવ કરશે.

ટાર્નેઇટ અને મેલબોર્નના બાહ્ય પશ્ચિમની વધતી જતી વસ્તી માટે જાહેરપરિવહનનીવધુસુલભતા.

સ્થાનિક સમુદાય માટે સ્ટેશન પર સ્થિત નવી બસ બદલવાની વ્યવસ્થા સાથે કેન્દ્રીકૃતબસસેવાઓ.

બાગબગીચાવાળાસ્ટેશનપ્રાંગણમાં સ્થાનિક વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિની ઉજવણી, જેમાં બેઠકઅનેપીવાનાપાણીનાફુવારાની સુવિધા ધરાવતી ભેગી થવાની જગ્યાઓ છે.

હાલના અને ભાવિ સ્થાનિક માર્ગોને સાથે જોડવા માટે રચાયેલ, પ્રાંગણમાં ચાલવાનાઅનેસાઇકલચલાવવાનાઅલગમાર્ગો

રેલવે લાઇનની નીચે પ્લેટફોર્મ તરફ દોરી જતા ઢાળ અને પ્રાંગણની આસપાસ અનુકૂળ સ્થાનો પર બેઠક સાથેસારીરીતેપ્રકાશિત, સુલભરાહદારીઅંડરપાસ.

બાંધકામ વિશે અદ્યતન માહિતી

સાઇટની સ્થાપના જુલાઈ ૨૦૨૫માં થઈ હતી. અમે કામચલાઉ સાઇટ ઍક્સેસ રસ્તાઓ બનાવ્યા છે અને સાઇટ કચેરીઓ, કામદારો માટેનું પાર્કિંગ અને સ્ટોરેજ વિસ્તારો સ્થાપિત કર્યા છે. તમે કોટઝ્લો બુલેવાર્ડ અને લીક્સ રોડની આસપાસ ટ્રાફિક હલનચલનમાં ફેરફારો પણ જોશો.

મોટું બાંધકામ ટૂંક સમયમાં શરૂ થશે. અમે ઘોંઘાટ, ધૂળ અને કંપન જેવી બાંધકામની અસરો ઘટાડવા માટે દરેક પ્રયત્નો કરીશું.

મુખ્ય બાંધકામ પ્રવૃત્તિઓમાં પશ્ચિમ ટાર્નેઇટ સ્ટેશન બનાવવા માટે મોટા કામો, જેમ કે ખોદકામ અને માળખાકીય કામોનો સમાવેશ થશે.

અમે સમુદાયને તમારી મુસાફરી કરવાના માર્ગમાં કોઈપણ ફેરફારો અથવા વિક્ષેપો તેમજ પ્રોજેક્ટને લગતાં મુખ્ય સીમાચિહ્નો વિશે માહિતગાર રાખીશું.

જ્યારે ૨૦૨૬માં મુખ્ય બાંધકામ સમાપ્ત થશે, ત્યારે સમુદાયના ઉપયોગ માટે સ્ટેશન ખુલશે.


Sign up for updates

Stay updated about Victoria’s Big Build with the key announcements and milestones.

Subscribe